
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દશ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે તા. ૧૯ જાન્યુઆરી થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન ભવ્ય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પવિત્ર મહોત્સવનું ભાવભર્યું આમંત્રણ સમગ્ર ગુજરાતના દરેક ગામ અને શહેર સુધી પહોંચાડવા માટે “શ્રી ખોડલધામ રથ પરિભ્રમણ” નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે નેત્રંગ નગરમાં “શ્રી ખોડલધામ રથ પરિભ્રમણ” રથ આવી પહોંચતા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેત્રંગ નગરના હર્ષદ નગર ખાતે થી “શ્રી ખોડલધામ રથ પરિભ્રમણ” રથે પ્રસ્થાન કર્યું હતું. જે નેત્રંગ ચાર રસ્તા, જવાહર બજાર, ગાંધી બજાર થઈ જીન બજાર સ્થિત રાધા કૃષ્ણ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તો દ્વારા માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરવામાં આવી હતી.


