ARAVALLIMODASA

મોડાસા –  ઉમેદપુર ગામ અને અડા આઠમ ચૌધરી સમાજનું ગૌરવ, BSFના જવાન રમણભાઈ પટેલ Assistant Sub-Inspector (ASI) પદે પ્રમોટ થયા*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા –  ઉમેદપુર ગામ અને અડા આઠમ ચૌધરી સમાજનું ગૌરવ, BSFના જવાન રમણભાઈ પટેલ Assistant Sub-Inspector (ASI) પદે પ્રમોટ થયા*

દેશની સરહદોની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના વતની અને અડા આઠમ ચૌધરી સમાજનું રત્ન એવા જવાન રમણભાઈ ગલબાભાઈ પટેલે વતન અને સમાજનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ની 44 બટાલિયનમાં દેશસેવા બજાવી રહેલા રમણભાઈ પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ Assistant Sub-Inspector (ASI) તરીકે બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. તેમના ખભા પર નવો સિતારો (સ્ટાર) લાગતાં જ સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

*રામદેવરાથી શરૂ થયેલી સફર અને ૩૧ વર્ષની ઐતિહાસિક સેવા*

પટેલ રમણભાઈએ વર્ષ 1995માં દેશભક્તિના જઝબા સાથે BSF જોઈન કર્યું હતું. તેમનું પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાનના પ્રખ્યાત ધામ રામદેવરા (રણુજા) ખાતે થયું હતું. ત્યારથી લઈને આજદિન સુધી, તમામ કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને તેમણે દેશની સરહદો નું રક્ષણ કર્યું છે. રમણભાઈ પટેલે BSF માં સતત 31 વર્ષ જેટલી સૌથી લાંબી અને પ્રશંસનીય ફરજ બજાવી છે. સમગ્ર જિલ્લામાં આટલો લાંબો સમય BSF માં સેવા આપનારા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે, જે અરવલ્લી જિલ્લા માટે ઐતિહાસિક ગૌરવની વાત છે.રમણભાઈને ASI નું પ્રમોશન મળવાના સમાચાર મળતાં જ તેમના વતન ઉમેદપુર ગામ તેમજ અડા આઠમ ચૌધરી સમાજમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. ગ્રામજનો અને સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રમણભાઈ ની આ સિદ્ધિ યુવા પેઢી માટે દેશસેવા અને સખત પરિશ્રમની પ્રેરણા પૂરી પાડશે. સોશિયલ મીડિયા પર પણ તેમના પર અભિનંદનનો અવિરત વરસાદ થઈ રહ્યો છે. ૧૯૯૫થી BSF માં જોડાઈને સતત ૩૧ વર્ષ સુધી દેશની સરહદો સાચવનાર રમણભાઈ જિલ્લાના પ્રથમ એવા જવાન છે જેમણે આટલી લાંબી સેવા આપી છે. આપની દેશભક્તિ અને સમર્પણને કોટી કોટી સલામ

Back to top button
error: Content is protected !!