MORBIMORBI CITY / TALUKO

MORBI:ગૃહ વિભાગનો મોટો વહીવટી નિર્ણય: મોરબી હવે કચ્છ-ભુજ સાથે બોર્ડર રેન્જમાં સામેલ

 

MORBI:ગૃહ વિભાગનો મોટો વહીવટી નિર્ણય: મોરબી હવે કચ્છ-ભુજ સાથે બોર્ડર રેન્જમાં સામેલ

ગૃહ વિભાગ દ્વારા મોરબી જિલ્લાના પોલીસ તંત્રને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો હવે સત્તાવાર રીતે ‘બોર્ડર રેન્જ’ હેઠળ જોડાઈ ગયો છે. ગૃહ વિભાગ દ્વારા બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી ‘બનાસકાંઠા રેન્જ’ અસ્તિત્વમાં લાવવામાં આવી છે, જેના પરિણામે આ મોટો વહીવટી ફેરફાર થયો છે.

ગૃહ વિભાગના આ નિર્ણય બાદ હવે મોરબી જિલ્લો પશ્ચિમ કચ્છ ભુજ અને પૂર્વ કચ્છ ગાંધીધામની સાથે બોર્ડર રેન્જનો ત્રીજો મહત્વનો હિસ્સો બનશે, જેનું મુખ્ય મથક ભુજ રહેશે.

નવું વહીવટી માળખું: મોરબી જિલ્લો હવે રાજકોટ રેન્જથી સંપૂર્ણપણે અલગ થઈને ‘બોર્ડર રેન્જ’માં સામેલ થતાં નવું વહીવટી અને પોલીસ માળખું અમલમાં મૂકવામાં આવશે.

કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા: આ નવા જોડાણથી પોલીસ કામગીરી વધુ અસરકારક, ઝડપી અને પારદર્શક બનશે.સરહદી સુરક્ષા મજબૂત બનશે: મોરબી બોર્ડર રેન્જમાં જોડાવાને કારણે સીમાવર્તી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવી શકાશે.મોરબી પોલીસ તંત્ર માટે આ નિર્ણયને એક મોટી વહીવટી સિદ્ધિ અને ઐતિહાસિક કદમ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!