SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની કામગીરી પુરજોશમાં

બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ પૂરું પાડવાનો વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ

તા.04/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ પૂરું પાડવાનો વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ, સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ સઘન અને અસરકારક બનાવવાના ભાગરૂપે GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ તથા અપગ્રેડેશનની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીમાં આવતા ભૂલકાંઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને એક સુરક્ષિત, સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે આ નવીનીકરણ થકી બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે એક ઉત્તમ શૈક્ષણિક માહોલ મળશે અને પ્રારંભિક બાળ વિકાસની તમામ સેવાઓ વધુ ગુણવત્તાસભર રીતે પૂરી પાડી શકાશે જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં હાલ મકાનની મજબૂતાઈ અને સુરક્ષા વધારવા માટે બાંધકામ અને નવીનીકરણની કામગીરી તબક્કાવાર પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરીમાં મુખ્યત્વે નવું ફ્લોરિંગ, દિવ્યાંગો માટે રેમ્પ, પાણી અને વીજળીની યોગ્ય સુવિધા, આકર્ષક રંગરોગાન તેમજ બાળકોને અનુકૂળ માળખાકીય વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરીની નિયમિત સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરી ખરા અર્થમાં “સુવિધાસભર આંગણવાડી – સ્વસ્થ અને સશક્ત બાળપણ તરફનું મહત્વપૂર્ણ પગલું” સાબિત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!