SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પોલીસની પ્રશંસનીય કામગીરી અરજદારને ગીરવે મુકેલ આઇશર ગાડી પરત અપાવી

તા.04/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમની 10 લાખની ગીરવે મુકેલી આઇસર ગાડી પરત અપાવી છે પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક અને ત્વરિત કાર્યવાહી કરી હતી વઢવાણના અરજદાર દિનેશભાઈ ગેલડીયાએ એક આઇસર ગાડી GJ- 19- X- 4555 લોન પર લીધી હતી તેમણે આ ગાડી પ્રફુલભાઈ કલાડીયાને હપ્તા ભરવાની શરતે આપી હતી જોકે પ્રફુલભાઈએ અરજદારની જાણ બહાર આ ગાડી તુષારભાઈ સરૈયા પાસે 1 લાખમાં ગીરવે મૂકી દીધી હતી અને હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું
ફાયનાન્સ કંપનીના ફોન આવતા અરજદારને આ છેતરપિંડીની જાણ થઈ હતી બંને પક્ષો પાસેથી સંતોષકારક જવાબ ન મળતા અરજદારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂઆત કરી હતી મામલાની ગંભીરતા જોતા એસ.પી. સાહેબે તાત્કાલિક સિટી બી ડિવિઝન પોલીસને તપાસના આદેશ આપ્યા હતા જે બાદ પોલીસે કિંમતની આઇસર ગાડી શોધી કાઢી અરજદારને પરત સોંપી હતી અરજદારે સુરેન્દ્રનગર પોલીસની આ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!