
ડેડીયાપાડા બંધ રસ્તો ખુલ્લા કરવા તજવીજ હાથ ધરવામાં આવી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/05/2026 – મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકામાં આવેલ કાબરીપઠાર ગામનો રસ્તો ખેડૂતો દ્વારા છેલ્લા આશરે 18 વર્ષથી બંધ કરવામાં હતો, પરંતું હાલમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં દેડીયાપાડા -2 બેઠક ઉપર થી આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર દર્શનાબેન જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના સભ્યપદ તરીકે ચુંટાયેલા પેહલા જ લોકસેવાની ભાવના એમના જીવનમાં હંમેશા ભરેલી હોઈ છે. ત્યારે એમના અથાગ મહેનત થકી અને ઘાંટોલી ગ્રામ પંચાયતના સરપંચ પ્રભુભાઈ વસાવા અને કાબરીપઠાર ગ્રામ પંચાયતના સરપંચ દીવાનજીભાઈ વસાવા એ ગાજરગોટાના ખેડૂતોને સમજાવી ને ગાજરગોટા થી કાબરી પઠારનો બંધ રસ્તો છેલ્લા અઢાર વર્ષથી ગાજરગોટાના ખેડૂતો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો, જે આજે એમના પ્રયાસો થકી વહીવટી તંત્રને સાથે રાખીને આ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો.


