OLPADSURATSURAT CITY / TALUKO

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા સાયકલ યાત્રા અને સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન.

પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સાયકલિંગ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સાંસદ મુકેશભાઈ દલાલ અને

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન પૂર્વ મંત્રી તથા હાલના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબશ્રીએ તેમણે પોતાના સંબોધનમાં પર્યાવરણના જતન, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત સમાજ અને નિયમિત સાયકલિંગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ વારસો બની શકે છે.

આ સાયકલ યાત્રામાં ભાડુંત ગામના વતની તથા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય ધર્મેન્દ્ર પટેલ તેમજ સુરત સાયકલિંગ ટીમના આગેવાનો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તાલુકા પંચાયત ઓલપાડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવામાં સફળ રહ્યો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કમલેશ સુરત

 

Back to top button
error: Content is protected !!