થરા મા શ્રી જલારામ મંદિરે ઓગડ તાલુકા ભાજપા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
શ્રી જલારામ બાપાના મંદિરે ઓગડ તાલુકા ભાજપ દ્વારા પ્રમુખ ગોકુળભાઈ દેસાઈ, મહામંત્રી રમેશભાઈ જોષી,

થરા મા શ્રી જલારામ મંદિરે ઓગડ તાલુકા ભાજપા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નેશનલ હાઈવે ખાતે આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે ઓગડ તાલુકા ભાજપ દ્વારા પ્રમુખ ગોકુળભાઈ દેસાઈ, મહામંત્રી રમેશભાઈ જોષી, જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ,નચિકેતા સંસ્કારધામ ના શેઠ બાબુભાઈ ચૌધરી,શિક્ષક દશરથજી ઠાકોર, દશરથભાઈ ઠક્કર, સિદ્ધરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમા ”વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી ૫ મી જૂન ૨૦૨૬ ના રોજ મંદિરના બગીચામાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી નીરજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે,”પર્યાવરણનું જતન એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જ ભાવિ પેઢી માટે શ્રેષ્ઠ વારસો બની શકે છે.દરેકે પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સક્રિય ભાગ ભજવવો જોઈએ.”વૃક્ષ વાવો- પર્યાવરણ બચાવો”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ આગેવાનો,કાર્યકર્તાઓ અને થરા નગરજનોનો ટ્રસ્ટ્રી નિરંજનભાઈ ઠકકરે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ પૂજારી લાભશંકરભાઈ જોષીએ આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530



