ARAVALLIMODASA

મોડાસા – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GPYG Modasa (ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ) દ્વારા ડિવાઇડર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GPYG Modasa (ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ) દ્વારા ડિવાઇડર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GPYG Modasa (Gayatri Parivar Youth Group) દ્વારા “વૃક્ષ ગંગા અભિયાન” અંતર્ગત માલપુર રોડ પર ડિવાઇડર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ તથા નવનિયુક્ત કોર્પોરેટરઓએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.GPYG Modasa છેલ્લા 256 પર્યાવરણ રવિવાર થી સતત પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, વૃક્ષ જતન, પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા, “મારું ઘર – મારું વૃક્ષ” અભિયાન તથા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા મોડાસાને હરિયાળું બનાવવા માટે કાર્યરત છે. આ સતત પ્રયત્નોના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાયત્રી મંદિર પાસે ડિવાઇડર પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન GPYG દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો હરિયાળા બને અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળે તે હેતુથી સંસ્થા સતત કાર્ય કરી રહી છે.GPYG Modasa ના યુવાનો, ગાયત્રી પરિવારના પરિજનો તથા શહેરના જાગૃત નાગરિકોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.”256 પર્યાવરણ રવિવારની અવિરત યાત્રા સાથે GPYG Modasa હરિયાળા અને સ્વસ્થ મોડાસાના નિર્માણ માટે સતત કાર્યરત છે.”

Back to top button
error: Content is protected !!