MORBI:મોરબીવાસીઓ ખાસ નોંધ લે: આજથી શહેરના આ મુખ્ય માર્ગો 8 દિવસ માટે બંધ, વાહનચાલકોએ વૈકલ્પિક રૂટ વાપરવો પડશે







MORBI:મોરબીવાસીઓ ખાસ નોંધ લે: આજથી શહેરના આ મુખ્ય માર્ગો 8 દિવસ માટે બંધ, વાહનચાલકોએ વૈકલ્પિક રૂટ વાપરવો પડશે


મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે અને ટ્રાફિક તેમજ પાણીના નિકાલની સમસ્યા હલ કરવા માટે ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ વિકાસકાર્યોને કારણે શહેરના કેટલાક વ્યસ્ત અને મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
કયા રૂટ ક્યારે બંધ રહેશે? મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર મેઈન રોડ પર લાઈનો નાખવાની હોવાથી નીચે મુજબના રસ્તાઓ બંધ રહેશે:
રેલ્વે સ્ટેશન રોડ થી જડેશ્વર મંદિર: તારીખ ૦૭/૦૬/૨૦૨૬ થી ૧૪/૦ ૬/૨૦૨૬ (કુલ ૮ દિવસ) સુધી બંધ રહેશે.
જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન: આ રોડ પણ તારીખ ૦૭/૦૬/૨૦૨૬ થી ૧૪/૦૬/૨૦૨૬ સુધી બંધ રાખવામાં આવશે.
શ્રીકુંજ ચોકડી થી રાધે ક્રિષ્ના સ્કૂલ (વોકળા સુધી): આ માર્ગ પર જ્યાં સુધી કામ સંપૂર્ણપણે પૂરું ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે મોરબીની જાહેર જનતાને વૈકલ્પિક રસ્તાઓ (ડાયવર્ઝન) નો ઉપયોગ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તંત્રના આ વિકાસકાર્યમાં સહકાર આપવા મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.


