MORBI:મોરબીના મોટી વાવડી ગામે પોલીસનો મોટો દરોડો: વાડીની ઓરડીમાંથી ૩.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો







MORBI:મોરબીના મોટી વાવડી ગામે પોલીસનો મોટો દરોડો: વાડીની ઓરડીમાંથી ૩.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો


મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશન પ્રવૃત્તિ વિરુદ્ધ એક મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે મોરબી તાલુકા પોલીસે મોટી વાવડી ગામની સીમમાં દરોડો પાડીને ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોટી વાવડી ગામની ગુંદાવવાડી સીમમાં આવેલી વિજયસિંહ સજુભા જાડેજાના કબ્જાવાળી વાડીની ઓરડીમાં રેડ કરવામાં આવી હતી. આ ઓરડીમાં ચોરીછૂપીથી વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ રેડ પાડી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની પ્લાસ્ટિકની બોટલો કુલ જથ્થો: ૨૦૧૬ ફૂલ બોટલ કુલ કિંમત: ₹૩,૭૪,૭૬૫/-આ કેસમાં આરોપી વિજયસિંહ સજુભા જાડેજા (રહે. મોટી વાવડી, તા.જી. મોરબી) હાલ પકડવાના બાકી છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આગળની તપાસ હેડ કોન્સટેબલ ડી.એ.વાઘડીયાને સોંપી છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એા.સોંદરવા, પો.સ.ઇ. એચ.એસ.તીવારી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી છે.


