MEHSANAVIJAPUR

લાડોલના રાજવીબા દેવડાએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ગૌરવ વધાર્યું

લાડોલ ગામનું અને સોલંકી અને દેવડા પરીવાર નો ગૌરવ વધાર્યું

લાડોલના રાજવીબા દેવડાએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામની વતની અને દેવડા પરિવારની પુત્રવધૂ રાજવીબા શૈલેષસિંહ દેવડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને લાડોલ સહિત સમગ્ર મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026માં ઓમાનનું પ્રતિનિધિત્વ કરનાર રાજવીબાએ સિનિયર ‘A’ મહિલા વર્ગમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.વિશ્વના આશરે 60 દેશોના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજવીબાએ પોતાની પ્રતિભા, નિયમિત તાલીમ અને અવિરત મહેનતના બળે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે આ વર્ગમાં ઓમાન તરફથી મેડલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી તરીકે તેમણે ઇતિહાસ પણ રચ્યો છે.રાજવીબા દેવડાની આ સિદ્ધિને પગલે લાડોલ ગામ, દેવડા તથા સોલંકી પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. તેમની સફળતા યોગ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાનો અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.
ગ્રામજનો, સગા-સંબંધીઓ અને વિવિધ સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વ કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી રાજવીબાએ માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ મહેસાણા જિલ્લો, ગુજરાત અને ભારતનું નામ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજ્જવળ કર્યું છે.

Back to top button
error: Content is protected !!