સંતરામપુર તાલુકાના બટાકાવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારે હંગામાનો મામલો સામે આવ્યો:

સંતરામપુર તાલુકાના બટાકાવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારે હંગામાનો મામલો સામે આવ્યો:
ઘટનાની તપાસ માટે લોક માંગ ઉઠી..
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર તાલુકાના બટાકાવાડા ગ્રામ પંચાયત ખાતે આજે તા. 05 જૂન 2026 ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામસભા માં વિકાસ ના કામોની ચચૉ દરમયાન કોઈ કકારણસર ઉપસ્થિત કેટલાક વ્યક્તિઓ વચ્ચે આમને-સામને બોલાચાલી સર્જાઈ હતી. બોલાચાલી દરમિયાન પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા મારામારી તથા હલ્લાબોલ જેવી ઘટના બન્યાનું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે.
આ ઘટના દરમિયાન હાજર કેટલાક લોકોએ તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા માધ્યમોમાં વાયરલ થઈ રહ્યા છે અને તેના આધારે સમગ્ર ઘટનાની માહિતી લોકો સુધી પણ પહોંચી રહી છે.
જોકે આ ગ્રામસભા દરમિયાન કયા મુદ્દાને લઈને વિવાદ સર્જાયો હતો, મારામારી કયા કારણસર થઈ હતી તેમજ તેમાં કયા-કયા વ્યક્તિઓ સંડોવાયેલા હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ અને સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
હાલમાં આ સમગ્ર બાબત તપાસનો વિષય બન્યો છે અને સંબંધિત તંત્ર દ્વારા તેની હકીકતોની તપાસ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાંથી ભારે લોક માંગ પણ ઉઠવા પામી છે.
આ મામલે સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકતો સામે આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


