AHAVADANG

રૂ. 28.13 કરોડના ખર્ચે નિર્મિત નવા ડાંગ જિલ્લા પંચાયત ભવનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈ-લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આહવા, તા. 5 : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરતથી રૂ. 28.13 કરોડના ખર્ચે નિર્મિત નવા ડાંગ જિલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આહવા ખાતે યોજાયેલા ગૃહપ્રવેશ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક સુવિધાઓથી સજ્જ બેઝમેન્ટ સહિત જી+4 માળના આ ભવનમાં તમામ જિલ્લા પંચાયત કચેરીઓ એક જ પરિસરમાં કાર્યરત રહેશે. કોન્ફરન્સ હોલ, લિફ્ટ, પાર્કિંગ, દિવ્યાંગમૈત્રી સુવિધાઓ, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હરિયાળું પરિસર જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ડાંગના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પીવાના પાણી, સિંચાઈ, શિક્ષણ તથા માર્ગ સુવિધાઓ માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતે નવા ભવનથી લોકોને વધુ સારી અને ઝડપી વહીવટી સેવાઓ મળશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમ પૂર્વે “એક પેડ મા કે નામ 3.0” અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!