PANCHMAHALSHEHERA

શહેરા નજીકથી વગર પાસ-પરમિટનો લીલા લાકડા ભરેલો રૂ. ૬.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો: વન વિભાગની મોટી કાર્યવાહી

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આર.એફ.ઓ.) વી. જી. ગઢવી સાહેબને રૂબરૂમાં મળેલી રજૂઆત અને તેમના સચોટ માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે વોચ ગોઠવીને લાકડાની હેરાફેરી કરતા એક વાહનને ઝડપી પાડ્યું છે.મળતી વિગતો મુજબ, મોજે અણીયાદ ભવાની ફળિયું રોડ ઉપર ગુણેલી રાઉન્ડ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન ત્યાંથી પસાર થતી એક બોલેરો પિકઅપ ગાડી (નંબર GJ 17 XX 1663) ને અટકાવીને તપાસ કરતા, તેમાંથી કોઈ પણ જાતની પાસ-પરમિટ વગર વહન કરાઈ રહેલા પંચરાઉ લીલા તાજા કાપેલા લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની વાહતુક કરવા બદલ બોલેરો ગાડી અને લાકડા સહિત અંદાજે રૂપિયા ૬,૫૦,૦૦૦/- (છ લાખ પચાસ હજાર) નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે કર્યો છે.આ સફળ કામગીરીમાં ગુણેલીના રાઉન્ડ ફોરેસ્ટર કે. ડી. ગઢવી સહિતનો વન સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. વન વિભાગ દ્વારા પકડાયેલા વાહનને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરી કમ્પાઉન્ડ ખાતે લાવીને મૂકવામાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!