BANASKANTHADEODAR

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગોલવી ગામે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”ની ઉજવણી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગોલવી ગામે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”ની ઉજવણી

પ્રતિનિધિ :દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ

જૂના-નવા ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસે સ્વચ્છતાનો સંદેશ અપાયો, સરપંચો-તલાટી ઉપસ્થિત

દિયોદર સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત દિયોદર તાલુકાના ગોલવી ગામે ઉજવણી કરવામાં આવી હતી. ગામને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો

ગોલવી જૂના ગ્રામ પંચાયત અને ગોલવી નવા ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”ની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ ગામજનોને ગામને સ્વચ્છ રાખવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે સંદેશો અપાયા હતા કાર્યક્રમમાં ગોલવી જૂના ગ્રામ પંચાયતના સરપંચ જોયતાભાઈ પંડ્યા, ગોલવી નવા ગ્રામ પંચાયતના સરપંચ પાંચાભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ ઠાકોર, તલાટી કમ મંત્રી લલિતભાઈ પરમાર સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અગ્રણીઓએ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે “સ્વચ્છ ગામ એ જ સમૃદ્ધ ગામ”. દરેક નાગરિકે રોજિંદા જીવનમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી જોઈએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

સ્વચ્છતા સપ્તાહ અભિયાન દ્વારા ગોલવી ગામમાં સ્વચ્છતા જાગૃતિનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો. ગ્રામ પંચાયતે અપીલ કરી કે સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા દરેક નાગરિક જવાબદારી નિભાવે

Back to top button
error: Content is protected !!