BANASKANTHADEODAR

દિયોદરના ગોદા ગામે શંકાસ્પદ હાલતમાં બળદનું મોત, ગૌપ્રેમીઓની પોલીસમાં લેખિત ફરિયાદ

*દિયોદરના ગોદા ગામે શંકાસ્પદ હાલતમાં બળદનું મોત, ગૌપ્રેમીઓની પોલીસમાં લેખિત ફરિયાદ*

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

*દિયોદર, તા. 9*

દિયોદર તાલુકાના ગોદા ગામની સીમમાં એક ખેતરમાં શંકાસ્પદ હાલતમાં બળદનું મોત થયાની ઘટના સામે આવતા ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ મામલે ગોદા ગામના એક ગૌપ્રેમીએ દિયોદર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી મોતનું સાચું કારણ જાણવા તપાસની માંગણી કરી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોદા ગામની સીમમાં આવેલા ખેતરમાં રવિવારે સવારે એક બળદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ગૌપ્રેમીઓએ બળદની હાલત જોઈ મોત સામાન્ય ન હોવાની શંકા વ્યક્ત કરી હતી. રખડતા પશુઓના મોતની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

 

પોલીસે લેખિત રજૂઆત સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઈને ગ્રામજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Back to top button
error: Content is protected !!