DEDIAPADANARMADA

ડેડીયાપાડા માં તા. ૭ જૂનથી ૧૪ જૂન દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ ઉજવાયો

ડેડીયાપાડા માં તા. ૭ જૂનથી ૧૪ જૂન દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ ઉજવાયો

તાહિર મેમણ – ડેડીયાપાડા – પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસથી લઈને સ્વચ્છતા શપથ સુધીની વ્યાપક ઝુંબેશ આજરોજ ડેડીયાપાડા ના તાલુકા વિવિધ ગ્રામ પંચાયતો ખાતે “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ”ની ઉજવણી કરાઈ

 

રાજ્યભરમાં “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાનની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૭ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ સ્વચ્છતા કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ અભિયાનના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતો ખાતે “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતો અને સ્થાનિક નાગરિકોના સહયોગથી રસ્તાઓની બંને બાજુઓ, જાહેર સ્થળો, બજાર વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ પડેલા પ્લાસ્ટિક કચરાના સંગ્રહ અને નિકાલ માટે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

 

આ અભિયાન અંતર્ગત, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને ચીકદા તાલુકા ખાતે આજરોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!