
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના રખિયાલ ગામમાં રાત્રીના સુમારે દીપડો દેખાયો,યુવકે દીપડાને કેમેરામાં કેદ કર્યો
અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વારંવાર આંટાફેરા સાથે પશુઓના મારણની ઘટનાઓ બની રહી છે ત્યારે રખિયાલ ગામ નજીક ઝાડી ઝાંખરામાં રાત્રીના સુમારે દીપડો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય છવાયો છે ખેતી ટાણે દીપડો જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે ગૌચર અને જંગલમાં પશુઓને ચરાવવા જતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે રખિયાલ નજીક દીપડો જોવા મળતા વનવિભાગ તંત્રને જાણકારી કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી કેમેરામાં કેદ થયેલ દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે

અરવલ્લી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં અનેક દીપડાઓ વિહરતા હોવાનું સમયાંતરે જોવા મળ્યું છે મોડાસા તાલુકાના રખિયાલ ગામના ઝાડી ઝાંખરામાં સોમવારે રાત્રીના સુમારે દીપડો શિકારની શોધમાં આવી ચડતા કૂતરાઓ ભસવા લાગતા એક વ્યક્તિને કઈ અજુગતું થયું હોવાનું જણાતા તેને ઝાડી ઝાંખરામાં બેટરીનો પ્રકાશ પાડતા દીપડો જોવા મળતા મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો ચોમાસાની ઋતુના આગમનની ઘડીઓ વચ્ચે ખેતરોમાં ખેડૂતો અને શ્રમિકો ખેતી કામ માટે જતા હોવાથી દીપડો હુમલો કરે તેવો ડર ઉભો થયો છે ગૌચર અને જંગલમાં પશુઓ ચરાવવા જતા પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે વનવિભાગ તંત્ર દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પૂરાવામાં આવેની માંગ પ્રબળ બની છે



