સુરેન્દ્રનગર BAPS મંદિર ખાતે વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે મહાઆરતી યોજાઈ
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વડાપ્રધાનના દીર્ઘાયુ અને નિરામય સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરના બી. એ. પી. એસ. મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને મેયર રાકેશભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે દર્શન અને પૂજન કરી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ૧૨ વર્ષની આ વિકાસયાત્રાએ વડાપ્રધાનના સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ લોકકલ્યાણના અનેક નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે જેની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર નોંધ લેવામાં આવી રહી છે આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, દેવાંગભાઈ રાવલ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.




