KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બોડીદ્રાનો બિસ્માર માર્ગ 10 વર્ષથી ખાડા-ખડાંગર રસ્તાથી ગ્રામજનો પરેશાન,તંત્રની ઉદાસીનતા સામે રોષ.

 

તારીખ ૧૧/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાંથી પસાર થઈ મોટા બોડીદ્રા તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા આશરે 10 વર્ષથી રસ્તાની મરામત ન થતાં માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી મોસમ દરમિયાન રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. માર્ગ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સતત રહે છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ રોજિંદા આવન-જાવન કરતા લોકો માટે આ રસ્તો મુશ્કેલીનું કારણ બન્યો છે.સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સંબંધિત વિભાગ અને ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે મોટા બોડીદ્રા ગામના ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરી નવો પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!