BANASKANTHALAKHANI

લાખણી તાલુકા પંચાયત ખાતે નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો

નારણ ગોહિલ લાખણી

•પ્રમુખ તરીકે મમતાબેન જીગરભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન તેજાભાઇ ચેલાણા ચૂંટાયા હતા

લાખણી તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબ્જો મેળવ્યા બાદ પ્રમુખ – ઉપપ્રમુખ પદે બંને નવનિયુક્ત મહિલા એ કોંગ્રેસ કાર્યકરો ની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો લાખણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ તરીકે મમતાબેન જીગરભાઈ ઠાકોર આગથળા તાલુકા પંચાયત બેઠક પરથીઅને ઉપપ્રમુખ વર્ષાબેન તેજાભાઇ ચેલાણા ચિત્રોડા બેઠક પર થી ચૂંટાયા બાદ આજે કોંગ્રેસ આગેવાનો ની હાજરીમાં બંને નવનિયુક મહિલાએ વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો હતો તા પંચાયત ની 22 બેઠકો પૈકી કોંગ્રેસ પાસે 13 બેઠકો હોવાથી બહુમતી સાથે સત્તા મેળવી છે જ્યાં બંને મહિલાઓ આજે ચાર્જ સંભાળ્યો હતો અને વિકાસ ના કામો કરવા બાહેધરી આપી હતી પદગ્રહણ સમારોહમાં તાલુકા પંચાયત કોંગ્રેસ ની બોડી ના નેતૃત્વ મા સંગઠન મજબુત બને કાર્યકર્તા ઓને નવિ દિશા મળે જનહિત ના કાર્યને વેગ મળે તેવી ઉપસ્થિત લોકો એ શુભેચ્છાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!