સુરેન્દ્રનગરમાં ‘ભારત ૩.૦: પરિવર્તનનો દાયકો’ ભવ્ય પ્રદર્શનનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ
આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ સુધી નાગરિકો માટે ખુલ્લા આ પ્રદર્શનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ સુધી નાગરિકો માટે ખુલ્લા આ પ્રદર્શનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરેન્દ્રનગર ખાતે ‘સંકલ્પથી સિદ્ધિ, નૂતન ભારતની સફર ૨૦૧૪-૨૦૨૬’ થીમ આધારિત એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકના વરદ હસ્તે પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે આ ભવ્ય પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રદર્શન દ્વારા વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૬ સુધીના દેશના બદલાતા સ્વરૂપ અને વિકાસની યાત્રાને ખૂબ જ સુંદર રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ પ્રદર્શનને રસપૂર્વક નિહાળી તેના વિશેની માહિતી મેળવી હતી આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, આયુષ્માન ભારત અને જલ જીવન મિશન જેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વર્ષવાર પેનલો અને પ્રતિકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ અને UPI જેવી ડિજિટલ ક્રાંતિની ઝાંખી પણ નિહાળવા મળશે આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ સુધી નાગરિકો માટે ખુલ્લા આ પ્રદર્શનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ઝાલાવાડ વાસીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મેયર રાકેશ રાઠોડ અને મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



