SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા તંત્રની અનોખી પહેલ, પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત નાગરિકો હવે તાલુકા કચેરીથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધા કલેક્ટરને કરી શકશે રજૂઆત

અરજદારો દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ કરી શકશે લાઈવ રજૂઆત

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

અરજદારો દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ કરી શકશે લાઈવ રજૂઆત, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ પારદર્શક નિરાકરણ માટે ‘પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત એક અનોખી અને લોકાભિમુખ પહેલ શરૂ કરવામાં આવી છે આ નવીન વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ ગુરુવારે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અરજદારો સાથે સીધા જોડાયા હતા તેમણે છેવાડાના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોના પ્રશ્નો તેમજ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને જરૂરી સકારાત્મક દિશા-નિર્દેશો આપ્યા હતા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, અરજદારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે રીતે તેમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે અગાઉ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દર સોમવાર અને ગુરુવારે છેક સુરેન્દ્રનગર જિલ્લા મથક સુધી રૂબરૂ આવવું પડતું હતું જેમાં તેમનો કિંમતી સમય, શક્તિ, નાણાં અને ઈંધણનો મોટાપાયે વ્યય થતો હતો આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે હવે નાગરિકોએ જિલ્લા મથકે આવવાની બિલકુલ જરૂર રહેશે નહીં તેના બદલે અરજદારોએ દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન પોતપોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે જ ઉપસ્થિત રહેવાનું રહેશે, જ્યાંથી તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધા જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત લાઈવ કરી શકશે આ ટેકનોલોજી આધારિત જનહિતલક્ષી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે જે-તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે સંબંધિત મામલતદાર તથા પ્રાંત અધિકારી પણ અરજદારો સાથે ફરજિયાતપણે ઉપસ્થિત રહેશે આ નવી ડિજિટલ પદ્ધતિ મુજબ રજૂ થતા પ્રશ્નોના યોગ્ય ફોલો-અપ અને ત્વરિત નિકાલ માટે મામલતદારશ્રી દ્વારા એક અલગ રજિસ્ટર પણ નિભાવવામાં આવશે, જેથી કોઈ પ્રશ્ન વણઉકલ્યો ન રહે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની આ પારદર્શક, ઝડપી અને પ્રશંસનીય પહેલ આગામી સમયમાં છેવાડાના સામાન્ય નાગરિકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને લોકઉપયોગી સાબિત થશે.

Back to top button
error: Content is protected !!