HALVAD:હળવદના કોયબા ગામમાં ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ‘મેજર કોલ’ જાહેર







HALVAD:હળવદના કોયબા ગામમાં ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ‘મેજર કોલ’ જાહેર


હળવદ તાલુકાના કોયબા ગામમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલી એક રબર (ટાયર) બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.

ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આગની ગંભીરતાને જોતા માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આસપાસના જિલ્લા અને તાલુકાઓમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે. હાલ અલગ-અલગ જગ્યાએથી કુલ ૦૬ ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા છે:

મોરબી: ૦૩ ફાયર ફાઈટર હળવદ: ૦૧ ફાયર ફાઈટર ધાંગધ્રા: ૦૧ ફાયર ફાઈટર સુરેન્દ્રનગર: ૦૧ ફાયર ફાઈટર ફેક્ટરીમાં રબરનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. હાલ તમામ ટીમો દ્વારા આગને વધુ આગળ વધતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.



