WAKANER:વાંકાનેર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા જુન માસ મેલેરીયા વિરોધી ની ઉજવણી.







WAKANER:વાંકાનેર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા જુન માસ મેલેરીયા વિરોધી ની ઉજવણી.



જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ શેરસીયાની સુચના અને મેડિકલ ઓફિસર ડૉ એમ પી બોચીયાના માર્ગદર્શન અને વી એચ માથકીયા અને કાળુભાઇ આંતરેશા સુપરવિઝન હેઠળ પ્રા આ કે- દલડીના વિવિધ ગામોમા જુન માસ અંતર્ગત વિવિધ ગામોમા આરોગ્ય કર્મચારી અને આશા બેહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરી અને મચ્છરજન્ય રોગો અટકાવવાની કામગીરી શરુ કરાઇ.કરાઇ. જેમા પાણી ના પાત્રોની તપાસ કરી તેમા પોરા નાશક દવા નાખવી, સોર્સ રીડકશન કરવુ, તાવના દર્દીના લોહીના નમુના લઇને સ્થળ પર જ સારવાર કરવી, પાણીના મોટા ખાડાઓમા પોરા નાશક ગપ્પી માછલી મુકવી, બળેલુ ઓઇલ નાખવુ વગેરે કામગીરી કરાઇ.

આ ઉપરાત લોક જાગ્રુતિ માટે મેલેરીયા ની પત્રિકા વિતરણ અને જાહેર જગ્યા પર પોસ્ટર પણ મારવા મા આવ્યા. પી એચ સી ના વિવિધ ગામોમા માઇક પ્રચાર કરવામા આવ્યો તેમજ શાળાઓમા વિદ્યાર્થીઓને મેલેરીયા રોગ વિશે તેમજ મેલેરીયાથી કેવી રીતે બચી શકાય તે સમજાવવામા આવ્યુ. શાળાઓમા ગપ્પી માછલી અને પોરા પ્રદર્શન કરવામા આવ્યુ.
મેલેરિયા મુક્ત સમાજના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગે જનસહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી સહયોગની અપીલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીની આરોગ્ય ટીમે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી.




