GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પોલીસ દ્વારા રાયસંગપર અને ચંદ્રગઢમાં દરોડા પાડી ૧૩ ઈસમોને જુગાર રમતા ઝડપ્યા

 

HALVAD:હળવદ પોલીસ દ્વારા રાયસંગપર અને ચંદ્રગઢમાં દરોડા પાડી ૧૩ ઈસમોને જુગાર રમતા ઝડપ્યા

 

હળવદ તાલુકામાં પોલીસે લાલ આંખ કરીને જુગાર ધામો પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે. હળવદ પોલીસે રાયસંગપર અને ચંદ્રગઢ ગામની સીમમાં દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા છે અને કુલ રૂ. ૧,૮૫,૨૦૦/- ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૧. રાયસંગપર ગામે દરોડો: ૭ ઈસમો ઝડપાયા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમોને રોકડ રકમ રૂ. ૨૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.​ઝડપાયેલ આરોપીઓ: ​રાજુભાઈ બીજલભાઈ ડાભી- ​ભરતભાઈ દેવજીભાઈ સોઢા – ​હરખાભાઈ થોભણભાઈ કણઝરીયા – ​નવઘણભાઈ બચુભાઈ ગેડાણી – ​વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી – ​રમેશભાઈ લાભુભાઈ ગેડાણી – ​સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા (તમામ રહે. રાયસંગપર, તા. હળવદ)

૨. ચંદ્રગઢ (લીલાપર) ની સીમમાં દરોડો: ૬ ઈસમો પકડાયા, ૧ ફરાર બીજા દરોડામાં ચંદ્રગઢ ગામની સીમમાં આવેલી વિષ્ણુ જેરામભાઇ હડીયલની વાડીમાં પોલીસે રેઇડ કરીને ૬ ઈસમોને રોકડ રકમ રૂ. ૧,૬૧,૫૦૦/- ના મોટા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે, જ્યારે વાડી માલિક હાજર ન મળી આવતા તેને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે.ઝડપાયેલ આરોપીઓ: ​નાનજીભાઈ સુખાભાઈ હડીયલ (રહે. જૂની મામલતદાર કચેરી સામે, હળવદ) ​રમેશભાઈ જહાભાઇ ચાવડા (રહે. કોંઢ કનકપુર, તા. ધાંગધ્રા) ​ચંદુભાઈ બેચરભાઈ તારબુંદિયા (રહે. કોંઢ કનકપુર, તા. ધાંગધ્રા)​તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી (રહે. શીવપુર, તા. હળવદ) ​જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા (રહે. લીલાપર ચંદ્રગઢ, તા. હળવદ)​શામજીભાઈ મોહનભાઈ લોદરીયા (રહે. બુટવડા, તા. હળવદ) ​પકડવાનો બાકી આરોપી (વાડી માલિક):​વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલ/દલવાડી (રહે. ચંદ્રગઢ લીલાપર, તા. હળવદ) હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Back to top button
error: Content is protected !!