સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસગાથા દર્શાવતી ‘પ્રગતિ પથ યાત્રા’નો શુભારંભ
સુરસાગર ડેરી ખાતેથી મહાનુભાવો દ્વારા પ્રસ્થાન: પેકેજિંગ પ્લાન્ટનું નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરાયું.

તા.12/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરસાગર ડેરી ખાતેથી મહાનુભાવો દ્વારા પ્રસ્થાન: પેકેજિંગ પ્લાન્ટનું નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરાયું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ રાજ્ય સરકારની અવિરત વિકાસગાથાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો શુભારંભ સુરસાગર ડેરી ખાતેથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, ધારાસભ્ય પી. કે. પરમાર તથા શામજીભાઈ ચૌહાણ, સહિતના મહાનુભાવોના હસ્તે યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ સુરસાગર ડેરીના વિવિધ પેકેજિંગ પ્લાન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત, તેમણે ડેરીની કામગીરી અને દૂધ ઉત્પાદનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે ડેરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ કાર્યો નિહાળવાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી થયેલા માળખાગત વિકાસથી સામાન્ય નાગરિકોને માહિતગાર કરવાનો છે આ ગરિમામય કાર્યક્રમમાં સુરસાગર ડેરી ચેરમેન નરેશભાઈ મારુ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, બાબાભાઈ ભરવાડ, દેવાંગભાઈ રાવલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે.જાદવ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



