ચોટીલામાં કેમીકલ ચોરીનાં પ્રકરણમાં બેદરકારી બદલ PI, PSI સહિત ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા

તા.12/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને અન્ય બે પોલીસકર્મીઓ સહિત કુલ ચાર પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી અને ગંભીર આક્ષેપોના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલા આ કડક પગલાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા મોલડી હાઇવે પર આવેલી એક હોટલ પર વિઝિલન્સ ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન હોટલમાંથી કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો આ સમગ્ર મામલામાં ચોટીલા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા હોટલમાંથી કેમિકલનો જથ્થો ઝડપાયો હોવા છતાં પૂરતી કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્શનના આદેશ જારી કર્યા છે હાલમાં આ અંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સામે લેવાયેલા આ પગલાથી પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનો સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.


