વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ ‘વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ’નો વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે શુભારંભ
વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો - વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

તા.12/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો – વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા એવા ઐતિહાસિક ‘વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ’નો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ‘જામનગર બર્ડ એટલાસ’ની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ ‘A checklist of birds at Wadhwan city’ નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પરમાત્માએ પૃથ્વી પર તમામ જીવમાત્ર માટે પૂરતી કુદરતી સંપત્તિ આપી છે પરંતુ મનુષ્યોએ પોતાની બુદ્ધિશક્તિના જોરે આ સંપત્તિનો મોટો ભાગ પોતાના અધિકારમાં લઈ લીધો છે પરિણામે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે અને આપણે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છીએ જો પ્રકૃતિની સાંકળનો કોઈ પણ હિસ્સો તૂટશે તો તેની માઠી અસર સમગ્ર માનવજાત પર પડશે તેથી વન્ય જીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશ્વમાં સૌ પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી આજે ભારત આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા ૧૦૦થી વધુ દેશોને સૌર ઉર્જાથી જોડી રહ્યું છે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી, આપણી વીજળીની ૫૦% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જ્યાં સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે વધુમાં તેમણે ખેતીના પાકને ઉંદરોથી બચાવી લાખો ટન અનાજનું રક્ષણ કરતા સાપ જેવા જીવોનું પર્યાવરણીય મહત્વ પણ સમજાવ્યું હતું ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત દરેક પરિવાર પોતાના વડીલના નામે વૃક્ષ વાવે અને એક બાળકની જેમ તેનું જતન કરવું જોઈએ રાજ્યમાં ‘વન કવચ’ અને હાઈટેક નર્સરીઓ થકી વનીકરણનું પ્રમાણ વધારવાનું આયોજન છે વિકાસના કામોમાં જો વન વિભાગની એક ઇંચ જમીન પણ ઓછી થાય, તો તેની સામે એટલી જ જમીન રેવન્યુ વિભાગ પાસેથી મેળવીને વન વિસ્તાર અકબંધ જાળવી રાખવાની સરકારની નીતિ છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન વઢવાણ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે તેમણે આ પ્રકૃતિલક્ષી અભિયાન બદલ વન અને પર્યાવરણ વિભાગ, વાઇલ્ડલાઇફ અને ગુજરાત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, વિભાબેન ગોસ્વામી અને અગ્રણી ભવાનીસિંહ મોરી સહિત પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.



