AHAVADANG

સાપુતારા ઘાટમાર્ગે સામાનનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ગંભીર અકસ્માત..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

 

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલ સામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.12.બી.વી.7400 જે સાપુતારાથી શામગહાનને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

Back to top button
error: Content is protected !!