NAVSARIVANSADA

વાંસદા ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાશે

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પોલીસ સ્ટેશન વાંસદા, તિલક ગ્રુપ, જેસીઆઈ વાંસદા રોયલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સંયુક્ત ઉપક્રમ

 

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે તા. 14 જૂન, 2026ના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞનું આયોજન પોલીસ સ્ટેશન વાંસદા, તિલક ગ્રુપ વાંસદા, જેસીઆઈ વાંસદા રોયલ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાંસદાના સંયુક્ત સહયોગથી કરવામાં આવશે.

હાલમાં વિવિધ બ્લડ બેંકો અને હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાતી હોવાના કારણે અનેક દર્દીઓ માટે સમયસર લોહી ઉપલબ્ધ કરાવવું પડકારરૂપ બન્યું છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ રક્ત એકત્રિત કરીને જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય મળી રહે તેવા પવિત્ર હેતુ સાથે આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકો દ્વારા વાંસદા તેમજ આસપાસના વિસ્તારોના યુવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના સભ્યો અને તમામ સ્વસ્થ નાગરિકોને આ માનવતાના મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનમાં નવી આશા અને નવું જીવન પ્રદાન કરવાની અનમોલ સેવા છે.

આયોજકોના જણાવ્યા મુજબ, એક યુનિટ રક્ત ત્રણથી ચાર દર્દીઓના જીવનને સ્પર્શી શકે છે, તેથી વધુમાં વધુ લોકો રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે અને કેમ્પને સફળ બનાવે તે જરૂરી છે.

વિશ્વ રક્તદાતા દિવસના પાવન અવસરે યોજાનાર આ મહા રક્તદાન કેમ્પ સેવાભાવ, માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. રક્તદાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળે છે અને સમાજમાં પરોપકારની ભાવના મજબૂત બને છે.

“રક્તદાન કરો – જીવન બચાવો”

“તમારું એક યુનિટ રક્ત, કોઈના જીવન માટે અમૂલ્ય ભેટ”

સ્થળ: પોલીસ સ્ટેશન, વાંસદા
તારીખ: 14 જૂન, 2026 (રવિવાર)

Back to top button
error: Content is protected !!