THARADVAV-THARAD

ચાંગડા ગામે વન કવચ યોજનામાં સરપંચની મનમાનીના આક્ષેપ, ગ્રામજનોમાં રોષ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

રાહ તાલુકાના ચાંગડા ગામમાં વન કવચ યોજના હેઠળ કરવામાં આવેલા વનીકરણના સ્થળને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન સરપંચ દ્વારા વનીકરણ માટે ગામલોકોની સહમતી મુજબ સ્થળ નક્કી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના મોટાભાગના લોકોની માંગ હતી કે વન કવચ યોજના અંતર્ગત વૃક્ષારોપણ અને વનીકરણનું કાર્ય હાઈસ્કૂલની બાજુમાં કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને તેનો લાભ મળી શકે. પરંતુ ગ્રામજનોની માંગ અને સૂચનોને અવગણીને સરપંચ દ્વારા રાજારામ મંદિરની બાજુમાં વન કવચનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ ઘટનાને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે ગ્રામસભામાં સહમતીથી નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈ ચર્ચા કે જાણ કર્યા વગર સ્થળ બદલવામાં આવ્યું, જેના કારણે ગ્રામજનો પોતાને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વન કવચ યોજનાના અમલીકરણમાં પારદર્શિતા રાખવામાં આવે અને ગામના હિતને ધ્યાનમાં રાખીને લોકમત અનુસાર નિર્ણય લેવામાં આવે. હાલમાં સમગ્ર મામલે ગામમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!