MORBI:મોરબી ફાયર ટીમની સરાહનીય કામગીરી: વિશીપરા રોડ અને નેક્સસ સિનેમા સામે લાગેલી આગ પર મેળવાયો કાબૂ







MORBI:મોરબી ફાયર ટીમની સરાહનીય કામગીરી: વિશીપરા રોડ અને નેક્સસ સિનેમા સામે લાગેલી આગ પર મેળવાયો કાબૂ


મોરબી શહેરમાં ગઈકાલે તારીખ 14 જૂન 2026, રવિવારના રોજ આગના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા હતા. મોરબી ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતા જ ફાયર ફાઈટરોની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

રવિવારે બપોરે 11:01 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને પ્રથમ કોલ મળ્યો હતો, જેમાં વિશીપરા રોડ પર આવેલા બિલાની મશીન પાસેના બાવળના ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને આગળ વધતી અટકાવી હતી અને તેના પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી.
બીજો મોટો બનાવ બપોરે 13:27 (1:27) વાગ્યે પ્રકાશમાં આવ્યો હતો. શનાળા રોડ પર આવેલા નેક્સસ સિનેમાની સામે PGVCL લાઈનનું કામ ચાલુ હતું, તે દરમિયાન શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી.
29,000 લીટર પાણીનો મારો: આગની તીવ્રતા જોતા ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઈટરનું પાણી ખાલી થઈ જતા, બાજુમાંથી જ પાણીનો નવો સ્ત્રોત મળી આવતા કુલ ૨૯,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર ઝડપથી કાબૂ મેળવાયો હતો.
સિનેમા હોલની ફાયર સિસ્ટમ આવી કામ: આ કપરી પરિસ્થિતિમાં નેક્સસ સિનેમાની પોતાની ફાયર સેફ્ટી સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત હોવાથી, ફાયર બ્રિગેડની ગાડીમાં પાણી રીફીલ કરવામાં અને આગ ઓલવવામાં મોટી મદદ મળી હતી.

નેક્સસ સિનેમામાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે ફીટીંગ થયેલી અને ચાલુ હોવાને કારણે ફાયરની ટીમને ઓપરેશનમાં ખૂબ મોટી મદદ મળી હતી. આ સમયસૂચકતા અને સહયોગ બદલ મોરબી ફાયર ટીમ દ્વારા નેક્સસ સિનેમાના માલિકનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી.




