KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના એરાલ ગામે ૨૧ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર.

 

તારીખ ૧૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એરાલ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૨૧ વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના એરાલ ગામે આવેલા પાણીયા ફળિયામાં રહેતા ગુલસિંહ સનાભાઈ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી રીંકુબેન ગુલસિંહ રાઠવા એ ગત તારીખ ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના પાછળના ભાગે આવેલા રૂમમાં કોઈ અગમ્ય કારણોસર લાકડાના વળા (મોભ) સાથે ઓઢણી વડે ગળો ફાંસો ખાઈ લીધો હતો. ગંભીર પગલું ભરવાને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ કરુણ ઘટના અંગે મૃતક યુવતીના પિતા ગુલસિંહ સનાભાઈ રાઠવાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

Back to top button
error: Content is protected !!