SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રીપેરીંગ કામ દરમિયાન ટીસી ખસી ગયું

તા.15/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વોલ્ટેજના પ્રશ્નના કારણે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા ટીસી બદલાવવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ અચાનક આ કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો જે થાંભલાઓ ઉપર ટીસી ચડાવવામાં આવ્યું હતું તે અચાનક ખસી ગયું હતું જેને લઇને થાંભલાઓ તૂટી ગયા હતા ત્રણ જેટલા થાંભલાઓ તૂટી ગયા હતા અને આ વિસ્તારમાં વીજ પુરવઠા સપ્લાયના તમામ વાયરોને પણ નુકસાન થયું હતું જોકે ટીસી મુકવા માટે ચડેલા કર્મચારીઓની કારણે તેમને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ ટીસીનો મુખ્ય થાંભલો તૂટતા અને વાયરો ખેંચાતા હોવાના પગલે અન્ય ત્રણ જેટલા થાંભલાઓ તૂટી ગયા હતા અને આ વિસ્તારમાં ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા પીજીવીસીએલ માં આ મુદ્દે રજૂઆત કરી અને તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ નવું ટીસી અને તાત્કાલિક ધોરણે નવું વાયરીંગ ઊભું કરવામાં આવ્યું હતું અને હાઉસિંગ સહિત આજુબાજુની પાંચથી વધુ સોસાયટીઓમાં પુનઃ રીતે પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ પુરવઠો શરૂ કરાવવામાં આવ્યો હતો જોકે અકસ્માતના ભાગ સ્વરૂપે ટીસી નીચે ફટકાવ્યું હોવાના કારણે ટીસીને પણ નુકસાન થયું હતું જેને લઇને તાત્કાલિક નવું ટીસી મંગાવી અને પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત બાદ નવું ટીસી ફીટ કરી અને આ વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ રીતે શરૂ કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!