એન્કાઉન્ટર એટલે શું ? – એમ.એમ દવે નિવૃત્ત જેલર

તા.15/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વાંચક મિત્રો આપણને ફિલ્મોમાં કે મીડિયામાં એક શબ્દ વારંવાર જોવા સાંભળવા મળે છે “એન્કાઉન્ટર” ખાસ કરીને ઉતર પ્રદેશમાં માનનીય યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી “એન્કાઉન્ટર” શબ્દ દેશમાં બહુ પ્રચલિત કે વધુ લોકપ્રિય બન્યો છે. તો આ એન્કાઉન્ટર એટલે શું ? એન્કાઉન્ટર શબ્દનો શુધ્ધ અર્થ હિન્દીમાં કે ગુજરાતીમાં થાય છે, “મુઠભેડ” કે મુકાબલો કે ઘર્ષણ થાય છે. દેશમાં કોઈ પણ આતંકવાદી કે નિર્ભયા ગેંગરેપ જેવી જઘન્ય અપરાધની ઘટના બને ત્યારે સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફાટી નીકળે છે. ગામોગામ શહેરોમાં મીણબતી સાથે લોકોની આક્રોશ સાથે રેલીઓ નીકળે છે. લોકો માંગ કરતા હોય કે આરોપીને “ફાંસી દો ફાંસી દો” ત્યારે એવી રીતે ફાંસી આપવાની તો કોઈ જોગવાઈ જ નથી પણ લોક જુવાળ સામે સરકાર અને પોલીસની જવાબદારી અને ચિંતા વધી જાય છે. પરંતુ આવા અપરાધને અંજામ આપનાર આરોપીને પોલીસ જ્યારે એરેસ્ટ કરવા માટે જાય ત્યારે લોકોનો અને પોલીસનો મિજાજ પારખીને આરોપી પોલીસથી બચવા ઘર કે વિસ્તાર છોડી ફરાર થઈ જાય છે. આવા સમયે ઘણા આરોપીઓ મોત પસંદ કરે પણ પોલીસના તાબે થવા તૈયાર નથી હોતા. એટલે ગુન્હો આચર્યા પછી કોઈ ગુપ્ત સ્થળે આશરો લેતા હોય છે. દેશમાં આરોપી વિરુધ્ધ જ્યારે ઉકળાટ વધતો જાય ત્યારે પોલીસ કુનેહ પૂર્વક મોબાઈલ લોકેશન કે સી.સી.ટીવી કુટેજ જેવી ટેક્નોલોજીના આધારે સખત જહેમત બાદ જ્યારે પોલીસ આરોપી સુધી પહોંચે ત્યારે આરોપીને ગંધ આવી જતા પોલીસના તાબે થવાના બદલે મરણીયો બનીને ફરી નાસી જવાની કોશિશ કરે અથવા પોલીસ ઉપર હુમલો કરે ત્યારે પોલીસને પણ
સ્વ-બચાવમાં સરકારી હથિયારમાંથી ફાયરીંગ કરવાની ફરજ પડે છે,પરંતુ સામાન્ય સંજોગોમાં પોલીસ ફાયરીંગ કરતા પહેલા આરોપીને શરણે થવા માટે મૌખિક વોર્નિંગ આપે છે. છતાં આરોપી શરણે ન થાય તો પોલીસ હવામાં ગોળીબાર કરી આરોપીને ડરાવી ગંભીર ચેતવણી આપી શરણે થઈ જવા ફરી ફરી કડક સૂચના આપે છે. છતાં આરોપી શરણે થવાના બદલે નાસી જવાની કોશિસ કરે છે અથવા પોલીસ ઉપર ગોળીબાર કરે છે. ત્યારે પોલીસ એમની ફરજના ભાગરૂપે ન છુટકે
સ્વ- શબચાવમાં ગોળીબાર કરે તો આરોપી ઘાયલ થાય અથવા ક્યારેક આરોપીનું મોત થાય તેને પોલીસ દ્વારા “એન્કાઉન્ટર” થયું એવું કહેવામાં આવે છે. મિત્રો આપણે ત્યાં “માનવ અધિકાર આયોગ” નામે એક સંસ્થા કાર્યરત છે જે સંસ્થા માનવીના અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. આવી સંસ્થાઓ હોવી જરૂરી પણ છે દુનિયાના બધા દેશોમાં Human Rights Commission.ઉપલબ્ધ હોય છે.પરંતુ સંજોગો વસાત પોલીસને આરોપી ઉપર ફાયરીંગ કરવાની નોબત આવે તો પોલીસ સરકારી મશીનરી હોવા છતાં આરોપી તરફ ફાયરીંગ કરવાના નિયમો હોય છે કે આરોપીનું મૃત્યુ ન થાય એની કાળજી રાખવી પડે છે. પણ આરોપી કે કોઈ આતંકી નિર્દોષ લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરે કે આર્મી કે પોલીસને નિશાન બનાવી ઉપર હુમલો કે ફાયરીંગ કરે તો એને માનવ અધિકારનો કો ડર હોતો નથી. 26/11 ના મુંબઈના આતંકી હુમલા મુઠભેડમાં મુંબઈમાં હેમંત કરકરે અને તુકારામ ઓમ્બલે જેવા ૧૫ જેટલા ઝામ્બાઝ પોલીસ અધિકારીઓએ પોતાના પ્રાણની આહુતિ પણ આપી છે. અને લગભગ ૧૬૬ લોકો આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા હતા. ગુજરાતમાં પોલીસ ઉપર હુમલો થવાની ઘટનાઓ સમયાંતરે સોશ્યલ મીડિયામાં જોવા મળે છે. અસામાજિક તત્વો પોલીસ ઉપર હુમલો કરી પોલીસને ઇજા પહોંચાડવાની કે અધિકારી કર્મચારીઓનાં ફરજો દરમ્યાન મૃત્યુ થયાની ઘટનાઓ પોલીસ દફતરે ઘણીવાર નોંધાયેલ છે. પરંતુ કોઈ કુખ્યાત આરોપી પોલીસ ઉપર હુમલો કરીને નાસી ભાગી જવાની કોશિસ કરે તો પણ તેને અટકાવવા માટે પોલીસ શકય હોય ત્યાં સુધી આરોપીના પગના ભાગે જ ગોળીબાર કરી શકે છે. ખૈર વધુ વિગતવાર વાત કરું તો સામાન્ય ગુન્હેગારનું એન્કાઉન્ટર ક્યારેય થતું જ નથી સામાન્ય ગુન્હેગારો તો ગુન્હો બન્યા બાદ પોલીસ સ્ટેશને હાજર થઈ જાય છે અથવા પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરે કોર્ટ દ્વારા નિયમોને આધિન સજા કરવામાં આવતી હોય છે. પણ આતંકી કે ઇન્ટરનેશનલ ગુન્હેગાર કે કુખ્યાત ગેંગસ્ટર કે જેઓને કાયદા નો ડર હોતો નથી, કોર્ટ કે જેલનો ડર હોતો નથી. મની અને મસલ્સના પાવરથી સમાજમાં વરસો સુધી આધિપત્ય ભોગવતા હોય છે. આવા ગુન્હેગારોને ઘણીવાર રાજકીય ઓથ પણ હોય છે એની પાસે મોટી વોટબેંક પણ હોય છે.ભ્રષ્ટ પોલીસ સાથે મિલી ભગત પણ હોઈ શકે છે પરંતુ જ્યારે સરકાર કે પોલીસને એવું લાગે કે હવે નાક ઉપર પાણી જાય છે કોઈ ગુન્હેગારનું કદ પોલીસ કરતા પણ વધી રહ્યું છે ત્યારે સકંજો કસવામાં આવે છે એનો ઈલાજ માત્ર બંદૂકની ગોળી જ હોય છે, મતલબ એન્કાઉન્ટર જ એનો આખરી ઉપાય હોય છે. ઉતર પ્રદેશમાં લાસ્ટ પાંચ વરસમાં અંદાજે ત્રણસો થી વધુ એન્કાઉન્ટર થયા હોવાનો રેકોર્ડ હશે પાંચસો થી વધુ હાફ એન્કાઉન્ટર થયા હશે. ઉતર પ્રદેશના માફિયા ડોન અતિક એહમદ એનું જલવંત ઉદાહરણ છે. જેની વિરુધ્ધ હત્યા, અપહરણ, ખંડણી અને હથિયાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ નોંધાયેલ હતા. પાંચ વખત ચૂંટાયેલ સાંસદ હતો વરસો સુધી એક ચક્રીય શાસન ભોગવ્યુ પણ વિનાશ કાળે વિપરીત બુધ્ધિ આખરે યોગી સરકારની બહાદુર પોલીસની કુનેહથી અતિક એહમદ તેના ભાઈ અને એક પુત્ર સહિત આખરે ગોળીએ વીંધાયો *બુરા કામ કા બુરા નતિજા*
આવા તો ઘણા ગુન્હેગારો મહારાષ્ટ્ર અને દિલ્હી અને ગુજરાત સહિત બીજા રાજ્યોમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ઘણા રાજ્યોમાં ઘણા ઝામ્બાઝ પોલીસ અધિકારીઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ હોય છે. શ્રી અભયસિંહ ચુડાસમા IPS ગુજરાત પોલીસ શ્રી દયા નાયક મુંબઈ પોલીસ જેની રાહબારી હેઠળ 80+ એન્કાઉન્ટર થયા હશે. પ્રદીપ શર્મા મુંબઈ પોલીસ 100+ એન્કાઉન્ટર થયા હશે. શ્રી વિજય સાલસ્કર – મુંબઈ ATS જેઓ 26/11 મુંબઈ હુમલામાં શહીદ થયા હતા 75+ એન્કાઉન્ટર જેમના નામે બોલે છે. મુંબઈ અંડર વર્લ્ડનો સફાયો કરવામાં મોટી ભૂમિકા રહી છે.શ્રી સચિન વાઝે મુંબઈ પોલીસ 60+ એન્કાઉન્ટર દાવો કરી શકાય આવા ઘણા બહાદુર પોલીસ અધિકારીઓ એન્કાઉન્ટર નિષ્ણાત રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ડોન અબ્દુલ લતીફ, રામ સ્વરૂપ ઉર્ફે ઘેટિયો, સોહરાબુદ્દીન, તુલસી પ્રજાપતિ, ઇસરતજહાં અને બરોડાના રાજુ રીસાલેદાર સૌરાષ્ટ્રમાં જશું ગીગન જામનગરમાં રણમલ રામ વિગેરે આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આમ
એન્કાઉન્ટર કોઈ નવી વાત નથી જે ગુન્હેગારોથી પોલીસ, સરકાર, પ્રજા અને એના ખુદનું પરિવાર ત્રાહિમામ થઈ જાય ગુન્હેગારનું નામ પોલીસ કરતા પણ ક્રાઈમની દુનિયામાં વધતું જાય ત્યારે પોલીસને અસલી કે નકલી એન્કાઉન્ટર કરવાની ફરજ પડતી હોય છે. આવી મુઠભેડમાં ઘણીવાર પોલીસ ઉપર નકલી એન્કાઉન્ટરના આક્ષેપો પણ થયેલા છે ઘણા પોલીસ અધિકારીઓએ જેલવાસ પણ ભોગવવો પડયો છે. પણ આ બધી બાબતો સાથે એક વાત નક્કી છે કે અમુક ગુન્હેગાર લાઠી કે થર્ડ ડિગ્રીની ભાષા સમજે છે અમુક ગુન્હેગારને કોર્ટ દ્વારા સજા કાફી હોય છે. પણ અમુક સખત રીઢા ગુન્હેગાર કે કુખ્યાત ગેંગસ્ટર માત્ર બંદૂકની ગોળીની ભાષા જ સમજે છે. મારી જેલરની નજરે અમુક ગુનેગારની મહા મુસીબતે ધરપકડ કરવી, જેલમાં સરકારી ખર્ચે મહેમાનગતિ કરાવવી અને આખરે હામ દામ ઠામ ની તાકાતના જોરે આરોપી કોર્ટમાં નિર્દોષ છૂટી જાય વળી નવા ગુન્હાને અંજામ આપે એ પહેલા એન્કાઉન્ટર જ બેસ્ટ રસ્તો હોય છે. નહી ધરપકડ, નહી જેલ, નહી મુદત પે મુદત, નહી ચાર્જશીટ, નહી સાક્ષી, નહી પુરાવા, બે જ મિનિટમાં કેસનું ત્રણ અક્ષરમાં જજમેન્ટ……
“ઢિસૂમ”




