વેજલપુર પોલીસનું માનવતાનું ઉદાહરણ: આંધ્રની માનસિક અસ્વસ્થ મહિલાને ‘શી-ટીમ’એ પરિવાર સાથે મિલન કરાવ્યું.

તારીખ ૧૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે પંચમહાલ ગોધરાના પોલીસ અધીક્ષક ડૉ. હરેશભાઇ દુધાત અને કાલોલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાર્યરત વેજલપુર પોલીસે એક અસ્થિર મગજની અજાણી મહિલાને યોગ્ય સારવાર અને આશ્રય અપાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે મળતી માહિતી મુજબ, વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનીયાની સૂચનાથી શી-ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા દિવસ-રાત કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન જીતપુરા ગામે વડના ઝાડ નીચે એક આશરે ૪૫ વર્ષની અજાણી અસ્થિર મગજની મહિલા બેઠેલી હોવાની માહિતી ૧૦૦ નંબર પરથી પોલીસને મળી હતી માહિતી મળતા જ ૧૧૨ જનરક્ષક વાહન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને મહિલાને સુરક્ષિત રીતે વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનીયાએ આગળની કાર્યવાહી માટે આ કેસ ‘શી-ટીમ’ને સોંપ્યો હતો શી-ટીમ દ્વારા પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક પૂછપરછ કરતાં મહિલાએ હિન્દી ભાષામાં પોતાનું નામ ‘ગંગાબાવાની’ અને પિતાનું નામ ‘આપારામ’ હોવાનું જણાવ્યું હતું, તેમજ પોતે આંધ્રપ્રદેશ રાજ્યની હોવાનું કહ્યું હતું અસ્થિર મગજની હોવાના કારણે તે આનાથી વધુ કંઈ જણાવી શકતી ન હતી મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત તારીખ ૦૬/૦૬/૨૦૨૬ના રોજ તેને ગોધરા ‘સખી વન સ્ટોપ’ આશ્રય સ્થાને મોકલવામાં આવી હતી પરંતુ, મહિલાને ખાસ તબીબી સારવાર અને યોગ્ય આશ્રયની જરૂરિયાત જણાતા, વેજલપુર પોલીસની શી-ટીમના સભ્યો અને મહેલોલ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ મહિલાને વડોદરા મેન્ટલ હોસ્પિટલ ખાતે દવા-સારવાર અર્થે ખસેડવામાં આવી છે.









