JUNAGADHJUNAGADH CITY / TALUKO

રક્તદાન એ જ મહાદાન: માળિયાહાટીના તાલુકામાં ઉજવાયો વિશ્વ રક્તદાતા દિવસ, તાલુકાના ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

રક્તદાન એ જ મહાદાન: માળિયાહાટીના તાલુકામાં ઉજવાયો વિશ્વ રક્તદાતા દિવસ, તાલુકાના ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

“One Drop of Humanity – Give Blood. Save Lives” ના સૂત્ર સાથે તા. ૧૪ જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે માળિયાહાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકાભરમાં વિશેષ આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે વિશેષ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, તેમજ આ જ ઉપલક્ષ્યમાં તાલુકાના ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર્સ, સુપરવાઈઝર સ્ટાફ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ફીલ્ડ સ્ટાફ તેમજ આશા બહેનો દ્વારા એકત્રિત થઈને રક્તદાન અંગેના સંકલ્પ પત્રનું વાંચન કરી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ શપથ ગ્રહણ કાર્યક્રમની સાથે તાલુકાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્થાનીય રક્તદાતાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં યોજાયેલા આ બંને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્રિત થયેલું લોહી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રસંગે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે રક્તદાન એ મહાદાન છે, અને આપણા દ્વારા કરાયેલું એક નાનું સરખું રક્તદાન કોઈ વ્યક્તિને નવું જીવન આપી શકે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!