BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૫ જૂન : કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ‘પ્રગતિ પથ યાત્રા’માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ભુજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નિર્મિત સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી સહિત મહાનુભાવોએ ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ભૂકંપ બાદ કચ્છના સર્વાંગી વિકાસનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.પ્રગતિ પથ યાત્રાના પ્રારંભ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત મહાનુભાવોએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સ્મૃતિવન મ્યૂઝિયમમાં આવેલી તમામ ગેલેરીમાં કચ્છી કલા કસબને અપાયેલા વિશેષ સ્થાનની બાબતને બિરદાવી હતી.રાજ્યમંત્રી સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મ્યૂઝિયમમાં આવેલા સિમ્યુલેટરમાં જઈને ભૂકંપની વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત, રાજ્યમંત્રી એ સ્મૃતિવન મ્યૂઝિયમ નિહાળવા આવેલા પ્રવાસીઓ સાથે મુક્તમને સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વ્યક્તિગત અનુભવો વિશે પૃચ્છા કરી હતી.આ પ્રગતિ પથ યાત્રા દરમિયાન રાજ્યમંત્રી ની સાથે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખ શિતલભાઈ શાહ, અગ્રણી ફલજીભાઈ ચૌધરી, ધવલભાઈ આચાર્ય,  હિતેશભાઈ ખંડોર,ભીમજીભાઈ જોધાણી, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવ, સ્મૃતિવન મ્યૂઝિયમના ડીરેક્ટર મનોજ પાંડે સહિત પદાધિકારી ઓ, અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!