RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર

તા.૧૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટવાસીઓ માટે આયુષ્માન કાર્ડ બન્યું સંકટ સમયનું સાથી : વર્ષ ૨૦૨૫-૨૬માં ૧.૩૫ લાખથી વધુ દર્દીઓએ લીધી કેશલેસ સારવાર

આલેખન – હેમાલી ભટ્

“આયુષ્માન કાર્ડ જરૂરિયાતમંદ પરિવારને અડધી રાત્રે કામ આવે એવી સોનાની લગડી છે.” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દોને સાર્થક કરતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સંકટ સમયની સાથી સાબિત થઈ છે. ‘સર્વે સંતુ નિરામયા’નાં મંત્ર સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.

સેવાયજ્ઞની શરૂઆતથી પ્રગતિનો ચિતાર

યોજનાના પ્રારંભિક કાળ એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯માં રાજકોટ જિલ્લા અને શહેરમાં ૧,૯૦,૨૫૧ વ્યક્તિગત કાર્ડ ઇસ્યુ કરીને ૮૫૯ લોકોને અંદાજે રૂ.૧ કરોડ ૨૯ લાખની સારવારથી આ સેવાયજ્ઞની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૯-૨૦માં આ આંકડો વધીને ૭,૬૩૭ દર્દીઓ અને રૂ.૧૨ કરોડ ૮૦ લાખથી વધુ થયો હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં વધુ ૨૫,૦૯૦ નાગરિકોને રૂ.૫૪.૦૨ કરોડથી વધુની નિ:શુલ્ક સારવાર થકી આ યોજનાએ અનેક પરિવારનો ભાર હળવો કર્યો હતો. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સરકારે અડીખમ રહીને નાગરિકોની સેવા કરી હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં ૩,૪૮,૭૯૬ નવા વ્યક્તિગત આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, અને ૪૪,૬૪૮ દર્દીઓની વહારે આવીને રૂ.૧૨૫.૦૭ કરોડથી વધુનો ખર્ચે તમામને સારવાર આપવામાં આવી હતી.

વિકાસ અને જનકલ્યાણનો અવિરત પ્રવાહ

સમય વહેતો ગયો તેમ આ યોજના વધુ વ્યાપક બનતી ગઈ. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૪,૨૨,૯૨૯ કાર્ડ ઈસ્યુ કરીને ૬૯,૨૫૨ દર્દીઓને રૂ.૨૦૧.૩૨ કરોડથી વધુની કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવી હતી.

આ સિદ્ધિ આગળ ધપાવતા વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૩,૪૮૯ દર્દીઓને રૂ.૨૫૦.૮૩ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૪૪,૦૯૨ દર્દીઓને રૂ.૪૦૮.૬૬ કરોડથી વધુની તબીબી સહાય પૂરી પાડીને અનેક પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૦૭,૧૭૨ નવા કાર્ડ ઈસ્યુ થઈ ચૂક્યા છે અને ૧,૩૫,૧૬૨ દર્દીઓને અંદાજે રૂ. ૫૫૦.૯૦ કરોડ જેટલી માતબર રકમની સારવાર આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિગતોમાં રાજકોટના સ્થાનિક નાગરિકો તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવેલા દર્દીઓનો કે જેઓએ રાજકોટની ખાનગી અથવા સરકારી હોસ્પિટલ્સમાં સારવાર લીધી હોય તેમનો પણ સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY):

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને બીમારીના સમયે આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ‘પીએમજેએવાય’ (PMJAY) યોજના વ્યાપક સ્વરૂપે અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત હાલમાં રૂ. ૧૦ લાખ સુધીનું વાર્ષિક મફત આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે.

આ આશીર્વાદરૂપ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા (BPL) કુટુંબો, ૭૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, NFSA રેશનકાર્ડ ધારકો તેમજ વાર્ષિક રૂ. ૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારો માન્ય સરકારી અને નિયુક્ત પ્રાઈવેટ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે. આ ઉપરાંત, યોજના હેઠળ અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓને હોસ્પિટલ આવવા-જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/- ની સહાય પણ ચૂકવવામાં આવે છે.

નાગરિકો તેમના નજીકના કોઈપણ ઈ-ગ્રામ સેન્ટર, સરકારી દવાખાના કે યોજના સાથે જોડાયેલ તમામ ખાનગી હોસ્પિટલમાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી અથવા લાભાર્થી પોતે પણ પોર્ટલ પર https://beneficiary.nha.gov.in/ self ma beneficiary લોગીન કરી કાર્ડ બનાવી શકે છે.

કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર છેવાડાના માનવીના સ્વાસ્થ્ય અને આર્થિક સુરક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આજે આ યોજનાના કારણે અનેક પરિવારો સન્માનભેર અને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!