ચીકદા તાલુકાના કેવડી પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

ચીકદા તાલુકાના કેવડી પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,
- હું

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ચીકદાના કેવડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો જનકલ્યાણ શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ, કર્મચારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યોજનાઓનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે માહિતી આપવામાં આવી હતી.
પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષોનું રોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, “વૃક્ષારોપણ એ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી છે અને જનકલ્યાણ શિબિર દ્વારા સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.”
કેવડી ગામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ જનસેવા અને પર્યાવરણ સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.




