NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન, નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળશે

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

Screenshot

વિકસિત ભારત – વિકસિત ગુજરાત મિશન 2047 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા **“જન કલ્યાણ શિબિર 2026”**નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો હેતુ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો છે.

શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજિયા, ધારાસભ્ય આર.સી. પટેલ તથા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ મુખ્ય ઉપસ્થિતિ રહેશે. તેમજ ડેપ્યુટી મેયર કેયૂરબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશકુમાર પુરોહિત અને ડેપ્યુટી કમિશનર રાકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

શિબિરમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, જાતિના દાખલા, કોમોનસર્વિસ સેન્ટર (CSC) સેવાઓ, દિવ્યાંગ પ્રમાણપત્ર, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, વિવિધ પેન્શન યોજનાઓ, રેશનકાર્ડ સુધારા-વધારા, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મહાનગરપાલિકા સંબંધિત વિવિધ સેવાઓ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત નાગરિકોની ઓનલાઈન NMC અરજી અંગેની રજૂઆતો, વિવિધ પ્રમાણપત્રો, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા લાયસન્સ, આધારકાર્ડ અપડેટ અને અન્ય નાગરિક સેવાઓ માટે પણ માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.

જન કલ્યાણ શિબિરનું આયોજન બે ઝોનમાં કરવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા ઈસ્ટ ઝોન માટે તા. 17 જૂન 2026ના રોજ સવારે 10:30 થી 5:00 વાગ્યા સુધી ટાઉનહોલ પાસે આવેલી સરકારી શાળા, પ્રતિભા સોસાયટી, અગ્રવાલ કોલેજ રોડ, નવસારી ખાતે શિબિર યોજાશે. જ્યારે વેસ્ટ ઝોન માટે તા. 18 જૂન 2026ના રોજ સવારે 10:30 થી 5:00 વાગ્યા સુધી વિજલપોર વિભાગીય કચેરી, નવસારી મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારી મહાનગરપાલિકાના કમિશનર **જયેશ ઉપાધ્યાય (IAS)**એ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!