HALOLPANCHMAHAL

હાલોલ:ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે 12,000 લીટરનું વોટર બાઉઝર અને 6000 લીટરનું ફોમ ટેન્ડર જનતાની સેવામાં કાર્યરત કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૬.૨૦૨૬

હાલોલ નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગની આપત્તિ વ્યવસ્થાપન સેવાઓ વધુ મજબૂત અને વેગવંતી બને તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા બે અદ્યતન ફાયર વાહનો ફાળવવામાં આવ્યા છે.જેમાં એક ૧૨,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતું અદ્યતન ‘ફાયર વોટર બાઉઝર’ અને અન્ય એક ૬,૦૦૦ લિટરની ક્ષમતાવાળું ‘ફોમ ટેન્ડર વોટર બાઉઝર’ (કેમિકલ કે તેલની આગ ઓલવવા માટેનું ખાસ વાહન) નો સમાવેશ થાય છે.આ બંને અદ્યતન વાહનોને આજ રોજ એક જાહેર કાર્યક્રમ અંતર્ગત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગરિમામય ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને વિધિવત રીતે જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવ્યા હતા. આ નવા વાહનો આવવાથી હાલોલ શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટનાઓ સમયે ફાયર ફાઇટિંગની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.આ ગૌરવશાળી પ્રસંગે હાલોલ મામલતદાર સંદીપ રૈયાની,હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ તેમજ પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિતના સ્થાનિક ભાજપા અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો અને ફાયર વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને નવીન સેવાઓને આવકારી હતી.

Back to top button
error: Content is protected !!