MORBIMORBI CITY / TALUKO

SURENDRANAGAR સુરેન્દ્રનગર : ૫ વર્ષથી નાસતો-ફરતો એટ્રોસિટીનો આરોપી લીંબડી હાઇવે પરથી ઝડપાયો

 

SURENDRANAGAR સુરેન્દ્રનગર : ૫ વર્ષથી નાસતો-ફરતો એટ્રોસિટીનો આરોપી લીંબડી હાઇવે પરથી ઝડપાયો

રાજકોટ રેન્જ પોલીસની ટીમે એક મહત્વની કામગીરી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં તેમજ અન્ય વિસ્તારોમાં ગુના આચરીને નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તેમજ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.

 

આ સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ અને ફતેસંગ પરમારને ચોક્કસ હકીકત (બાતમી) મળી હતી. જેના આધારે ટીમે વોચ ગોઠવીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર ૧૪૯/૨૦૨૧ (આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો) હેઠળ પાંચ વર્ષથી ફરાર આરોપી આબીદખાન નિઝામખાન પઠાણ (રહે. હસુ મનુનો વંડો, ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ને લીંબડી હાઇવે પુલ નીચેથી ઝડપી પાડ્યો હતો.

આગળની કાર્યવાહી: રાજકોટ રેન્જની ટીમે આરોપીને કાયદેસરની આગળની કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

આ સફળ ઓપરેશનમાં પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ, પો.સ.ઇન્સ. શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, પી.સી. સરતેજા, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સીંધવ અને ફતેસંગ પરમાર સહિતના પોલીસકર્મીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!