MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ અને પેટ્રોલ પંપના સ્ટાફને ફાયર પ્રીવેન્શન ટ્રેનિંગ અપાઈ ૨







મોરબી મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ અને પેટ્રોલ પંપના સ્ટાફને ફાયર પ્રીવેન્શન ટ્રેનિંગ અપાઈ


મોરબી મહાનગરપાલકાની ફાયર શાખાએ ૦૨ હોસ્પિટલ માં ૧૭ સ્ટાફને ૦૧ પેટ્રોલ પંપ માં ૦૮ કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૬ થી ૧૬/૦૬/૨૦૨૬ સુધીમાં ૨ હોસ્પિટલમાં ૧૭ સ્ટાફને અને ૦૧ પેટ્રોલપંપ માં ૦૮ સ્ટાફને ફાયર પ્રિવેન્શન ની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોપ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૮ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૮ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબી માં ૦૨ રેસ્ક્યુ કોલ તથા મોરબીમાં ૦૭ અલગ -અલગ જગ્યા એ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ ( PPE)આધુનિક સાધનો પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.



