દાહોદમાં આજે બે મહાન આચાર્ય ભગવંતો નું ઐતિહાસિક મિલન

તા.૧૭.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદમાં આજે બે મહાન આચાર્ય ભગવંતો નું ઐતિહાસિક મિલન
દાહોદ શહેરમાં આજે જૈન સમાજના બે ગુરુ ભગવંતોનું ઐતિહાસિક મિલન સ્ટેશન રોડ જૈન નસીયાજીના પ્રાંગણમાં ખૂબ જ હરસોલાસભેર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું પરમ પૂજ્ય પ્રાકૃત આચાર્ય ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મહારાજ અને પરમ પૂજ્ય અંતર્મના આચાર્ય શ્રી 108 પ્રસન્ન સાગરજી મહારાજ આજે સવારે પદયાત્રા વીહાર કરી અને શહેરના સ્ટેશન રોડ શેઠજીની નસીયાજી ખાતે પહોંચ્યા હતા અહીંયા સમાજ દ્વારા બનાવાયેલા સ્ટેજ ઉપર સવારના 7:30 કલાકે ખૂબ જ હરસોલાસભેર બંને ગુરુ ભગવંતોનું મિલન થયું હતું બંને ગુરુ ભગવંતો એકબીજાને ગળે મળ્યા હતા ઐતિહાસિક પ્રસંગે વિવિધ વેશભૂષામાં સજ્જ લોકો અને બેન્ડ બાજા ના સથવારે એક અનન્ય વાતાવરણ ઉભુ થયું હતું બંને ગુરુ ભગવંતો ના મિલનની ક્ષણો કેટલાય લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. આ પ્રસંગે શહેરના જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બંને ગુરુ ભગવંતો સહિત સંઘ અને શહેરીજનો કાઢવામાં આવેલી શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને મહાવીર શેરી પુષ્પદંત નીલય પહોંચ્યા હતા અને અહીંયા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો





