
નર્મદા : TET પરીક્ષામાંથી મુક્તિ માટે શિક્ષકોના ધરણા, કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું
૨૦૧૦ પહેલા ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશનો વિરોધ
રાજપીપળા : જુનેદ ખત્રી
સમગ્ર દેશમાં શિક્ષકો આંદોલનના માર્ગે આગળ વધી રહ્યાં છે આ વખતે મુદ્દો TET નો છે રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લાના શિક્ષકોએ રાજપીપળા કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા અને આવેદન આપ્યું હતું

આવેદનમાં જણાવ્યું છે કે અમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમ, ૨૦૦૯ના અમલીકરણ પહેલાં નિયુક્ત કરાયેલા સેવામાં રહેલા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (TET)ની લાગુ પાડવા સંબંધિત તાજેતરના સુપિ્રમ કોર્ટના ચૂકાદા તરફ તમારૂં ધ્યાન દોરવા માંગીએ છીએ.

દેશભરમાં હજારો શિક્ષકોની નિમણૂંક રાજય સરકારો દ્વારા તેમની નિમણૂંક સમયે પ્રવર્તમાન ભરતી નિયમો અને પ્રકિ્રયાઓ દ્વારા કરવામાં આવી હતી. આ શિક્ષકો ઘણા વર્ષોથી દેશની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે અને શાળા શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની ભરતી સમયે TET પાસ કરવી કરજિયાત લાયકાત નહોતી.

તાજેતરના ન્યાયિક વિકાસને કારણે મોટી સંખ્યામાં સેવામાં રહેલા શિક્ષકોની સેવા ચાલુ રાખવા અને ભવિષ્યની સંભાવનાઓ અંગે અનિશિ્ચતતા ઊભી થઈ છે. આ પરિસિ્થતિએ શિક્ષકો અને તેમના પરિવારોમાં વ્યાપક ચિંતા ફેલાવી છે અને ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં શાળાઓના કાર્યને પ્રતિકૂળ અસર/ કરી શકે છે.
વધુમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના મંત્રી નાનસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષક અને પરીક્ષા એક બીજાના પર્યાય છે પણ શિક્ષકની એક ગરિમા છે આ નિર્ણયથી ગરિમાને ઠેસ પહોંચી છે ગાંધીજીએ જેમ મીઠાનો સત્યાગ્રહ કરી ને સવિનય કાનૂન ભંગ કર્યો હતો તે રીતેજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય કાનૂન ભંગ કરીશું 2010 પહેલાના એકપણ પણ શિક્ષક TET ની પરીક્ષા નહીં આપે




