WAKANER:વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ પકડાયા, ૧૭,૮૦૦ રોકડા જપ્ત







WAKANER:વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ પકડાયા, ૧૭,૮૦૦ રોકડા જપ્ત


વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વીડી જાંબુડીયા ગામમાં ચાલી રહેલા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂપિયા ૧૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા છે.

પોલીસના હાથે પકડાયેલા જુગારીઓમાં સ્થાનિક તેમજ હળવદ તાલુકાના શખ્સોનો સમાવેશ થાય છે:સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉં.વ. ૨૭) – રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉં.વ. ૨૫) – રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉં.વ. ૩૮) – રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉં.વ. ૩૨) – રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉં.વ. ૨૩) – રહે. માણેકવાડા, તા. હળવદ
લાભાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉં.વ. ૫૫) – રહે. માણેકવાડા, તા. હળવદ વાંકાનેર તાલુકા પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા (Gambling Act) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા શખ્સો પાસેથી ગંજીપત્તાના પાના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


