GIR SOMNATH ગીર સોમનાથ :વેરાવળના મંડોર ગામે ગેરકાયદેસર સિહ દશઁન મામલો .







GIR SOMNATH ગીર સોમનાથ :વેરાવળના મંડોર ગામે ગેરકાયદેસર સિહ દશઁન મામલો …


મોડીરાત્રીના થાર કાર અને બે બાઈક લઈ ને આવ્યા હતા મંડોર ગામે ..
મંત્રી મોરબી શહેર ભાજપ બોર્ડ સાથેની થાર મૂકી પ્રવાસીઓ નાસી છૂટ્યા…..
2 મોરબીના અને 5 સ્થાનિક યુવાનો સહિત વનવિભાગે 7 લોકોને પકડી 4 લાખનો દંડ કર્યો,…
ગાડીમાંથી દારૂ મળી હોવાથી મોરબીના 2 યુવકોની પોલીસ દ્વારા પૂછપરછ….

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો કિસ્સો સામે આવ્યો હતો. મોડી રાત્રે કાર સાથે પ્રવાસીઓ અહીં આવ્યા હોય અને ગેરકાયદેસર સિંહ દર્શન ચાલી રહ્યું હોવાની વનવિભાગને જાણ થઈ હતી.ઘટનાને પગલે મોડી રાત્રે વનવિભાગના આરએફઓ વાય.એસ.કાલસરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દોડી આવતા વૈભવી કાર અને બાઇક મૂકી યુવકો નાસી છૂટ્યા હતા અને સમગ્ર બાબતે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે અહીં સિંહોની વધુ અવર જવર હોવાથી છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો સામે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગંભીર બાબત તો એ છે કે પ્રવાસીઓ જે થાર અને બાઇક મૂકી ગયા હતા તેમાં નંબર પ્લેટ પણ ન હતી અને થારમાં મંત્રી શહેર ભાજપ મોરબીનું આગળ બોર્ડ પણ લાગેલ હતું.વન વિભાગે તપાસ કરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે રૂ.4 લાખની દંડનીય કાર્યવાહી કરી હતી. આ 7 યુવકો સામે રૂ.4 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી..આરોપીઓમા અલફાઝ અનવરભાઈ મલેક,રહે. મંડોર , સુલતાન ભીખાભાઈ બાલાગામીયા,રહે. ભેરાળા,અંકિત કેશુરભાઇ નાધેરા,રહે. કુકરાશ, મનદીપ ભાવેશભાઈ રામ,રહે. ઉમરેઠી , યશ દિલીપભાઈ ધ્રામણચોટીયા, રહે. ઉમરેઠી ,ઘેલુ નાથાભાઈ કુંભરવાડિયા,રહે. મોરબી, દશરથ સુરેશભાઈ ડાભી,રહે. મોરબી નો સમાવેશ થાય છે


